સાયલા - ચોટીલા નેશનલ હાઇવે પર ડોળીયા બાઉન્ડ્રી પાસે રોડના લાંબા સમયથી ચાલુ કામ વચ્ચે કન્સ્ટ્રક્શન કંપની દ્વારા અણઘડ રીતે ખડકાયેલા ડાઇવર્ઝન માં ઘૂસી જતા વાહનોના અક્સ્માત સર્જાવાનો સીલસીલો યથાવત રહેવા પામ્યો હોય તેમ બુધવારે પણ સાવ નજીવા અંતરે મુકાયેલ ડાઇવર્ઝન સૂચક સાધનો નહીં દેખાતા ત્રણ જેટલી કાર તેને તોડી અંદર ઘૂસી જતા અકસ્માતગ્રસ્ત થવા પામી હતી.અક્સ્માત ઝોન બની ચૂકેલા આ અણઘડ ડાઇવર્ઝનમાં સપ્તાહમાં બીજી વખત થયેલ અક્સ્માત માં કોઈ જાનહાનિ નથી થઈ પરંતુ વાહનોને મોટું નુકસાન થયાનું સૂત્રોએ જણાવ્યું હતું.આ ડાઇવર્ઝન મામલે લીંબડી નાયબ કલેકટર દ્વારા પણ હાઈવે ઓથોરિટી ના બાબુઓ ને યોગ્ય કાર્યવાહી કરવા સૂચનાઓ આપવા છતાં કોઈજ ધ્યાન નહીં દેવાયું હોવાનો આક્ષેપ સ્થાનિકોકરી રહ્યા છે સાથે સાથે તાલુકા સંકલન બેઠકમાં પણ આ મામલે કરાયેલ રજૂઆતો ને ઘોળીને પી ગયેલા અધિકારીઓ,કોન્ટ્રાકટર સામે લોકોમાં આક્રોશ ફેલાયો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો