સામતપર ના બોર્ડ પાસે આવેલા સંત વેલનાથ અન્નક્ષેત્ર અને ગૌશાળા આશ્રામમાં બનેલ ઘટનાની મળતી માહિતી અનુસાર રવિવારે સાંજે સંસ્થામાં મહંત તરીકે પાંચેક વર્ષ થી સેવા આપતા બળદેવગીરી મનસુખગીરી ગોસ્વામી પર તલવાર લઈ ધસી આવેલા એક ઈસમે હુમલો કરી આડેધડ ઘા મારતા તેઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી.આ સમયે ત્યાં હાજર અને આશ્રામના સેવક કડી ના રહેવાસી લક્ષ્મણપુરી ગોસ્વામી ને પડી જવાને કારણે ઇજાઓ થવા પામી હતી.આશ્રામ પરીસરમાં બનેલ હિંસક ઘટના શું કારણે બની તેમજ આરોપી દ્વારા આવું કૃત્ય શા માટે કરવામાં આવ્યું હતું તેવી કોઈ જ બાબત બહાર આવી નથી ત્યારે અગમ્ય કારણોસર થયેલ હુમલા થી અનેક સવાલો ઉઠવા પામ્યા છે. હુમલાની ઘટના બાદ તલવારના ઘા થી ગંભીર રીતે ઇજાઓ પામેલા મહંત બળદેવગીરી ગોસ્વામી ને તથા લક્ષ્મણપુરી ને 108 એમ્બ્યુલન્સ મારફ્તે તુરંત સાયલા સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા જ્યાંથી વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર અને ત્યારબાદ સ્થિતિ ગંભીર બનતા બળદેવગીરી ને અમદાવાદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.હુમલાની ઘટના સંસ્થા સાથે સંકળાયેલા લોકો મોટી સંખ્યામાં સાયલા તેમજ સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા.સાયલા પોલીસ દ્વારા આ મામલે અમદાવાદ ખાતે પહોંચી ભોગ બનનાર અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા મહંત નું નિવેદન નોંધવા સાથે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો