સાયલા તાલુકાના સેજકપર ગામની સીમમાં વર્ષના પ્રારંભે જ પૂર્વ બાતમીના આધારે વનવિભાગની ટીમ દ્વારા રક્ષિત જીવ નીલગાયનો શીકાર કરી તેના માંસના જથ્થા સાથે બે આરોપીને દબોચી લેતા માંસના વેપલાનો પર્દાફશ કર્યો હતો. આ સમયે સાયલા વન વિભાગ દ્વારા પકડાયેલ આરોપીઓ સામે વન્ય જીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ કાર્યવાહી કરતા બન્ને કસાઈઓને જેલ હવાલે કરાયા હતા. નિર્દોષ અને રક્ષિત જીવ એવા નીલગાયની હત્યા કરી માંસનો વેપલો કરવાના કેસમાં છ માસથી જેલની હવા ખાઇ રહેલા આરોપી હનીફ્ ઇબ્રાહિમ સંધી રહે.જુના દેલવાડા, જી.મહેસાણા વાળા દ્વારા લીંબડી સેશન્સ કોર્ટમાં જામીન અરજી મૂકી હતી. આ મામલે સરકારી વકીલ વાય. જે. યાજ્ઞિકની ધારદાર દલીલોને ધ્યાને લેવા સાથે આરોપીના કૃત્યની ગંભીરતા પારખી લીંબડી એડી.સેશન્સ જજ એમ. ડી. પાંડે દ્વારા જામીન અરજી નામંજૂર કરતા પોતાના ફાયદા માટે નિર્દોષ અને રક્ષિત અબોલ જીવોની હત્યા કરી માંસનો વેપલો ચલાવતા તત્વોમાં ફ્ફ્ડાટ ફેલાયો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો