સાયલા પંથકમાં તેમજ આસપાસના જિલ્લામાં વિદેશી દારૂ, બીયરના સુરા શોખીનોની પ્યાસ બુઝાવવા બૂટલેગરો પડોશી રાજ્યોમાંથી ગેરકાયદે હેરાફેરી કરવા માટે અવનવા અખતરા કરવામાં આવી રહ્યા છે ત્યારે ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે સાયલા - ચોટીલા હાઇવે પર ઢેઢુકી ગામ પાસેની હોટેલ નાગરાજના પરિસરમાંથી બાતમીના આધારે દરોડો કરતા શરાબના સોદાગરોએ પોલીસની નજરથી બચવા માટે લાકડાના મોટા મશીનરીના બોક્ષની અંદર છુપાવેલી 624 પેટીમાં ભરેલો દારૂ બિયરનો જથ્થો ઝડપી લેતા બુટલેગરોની હેરાફેરી માટેની નવી તરકીબનો પર્દાફશ થતા ચકચાર મચી જવા પામી છે.


SMCની ટીમ દ્વારા આ સાથે આરોપી ટ્રક ચાલક હરિયાણા રાજ્યના કરણસિંહ કાલુરામને ઝડપી લેવા સાથે દારૂનો જથ્થો મોકલનાર ઇન્દ્રજીત જાટ, મંગાવનાર સહિત કારસ્તાનમાં સામેલ કુલ ચાર ઇસમો સામે સાયલા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો હતો.ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહે સાયલા પોલીસ દ્વારા પણ સ્ટેશનરીના બોક્ષની આડમાં ગુજરાતમાં ઘુસાડાયેલો 400 પેટીથી વધુ દારૂનો જથ્થો ઝડપાયા બાદ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે કરેલા દરોડામાં પણ બુટલેગરોની નવી તરકીબનો પર્દાફશ થવા પામ્યો છે.SMC દ્વારા આ સાથે 21574 બોટલ, ટીન શરાબનો જથ્થો કિંમત 63.09 લાખ, એક ટ્રક, એક મોબાઇલ ફોન સહિત કુલ રૂ.93.26 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વોન્ટેડ આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: