સાયલા : કેન્દ્રના ટીબી હારેગા, દેશ જીતેગા અભિયાન અંતર્ગત દેશને ટીબી મુક્ત બનાવવાના સંકલ્પને સાકાર કરવા માટે લીંબડી નાયબ કલેકટર કુલદીપ દેસાઈના માર્ગદર્શન હેઠળ સાયલા તાલુકાના શાપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિસ્તારમાં ટીબી દર્દીઓ માટે પોષણ સહાય કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. કોમ્યુનિટી સપોર્ટ ટુ ટીબી પેશન્ટ અભિયાન અંતર્ગત તાલુકામાં કાર્યરત ખાનગી કંપની દ્વારા શાપર PHC વિસ્તારનાઅંદાજે 30થી 35 ટીબી દર્દીઓને દત્તક લેવામાં આવ્યા છે. કંપની દ્વારા ચાલુ માસથી આગામી 6 મહિના સુધી પ્રોટીનયુક્ત પોષણ કીટ દર્દીઓના ઘરે-ઘરે જઈને પહોંચાડવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા ટીબી દર્દીઓને નિયમિત તપાસ, જરૂરી દવાઓ તથા ડોટ્સ (DOTS) સારવાર વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. ટીબીના કારણે દર્દીઓની રોગપ્રતિકારક શક્તિ ઘટતી હોવાથી અન્ય ચેપ લાગવાની શક્યતા વધી જાય છે. તેથી દર્દીઓએ સરકાર દ્વારા આપવામાં આવતી સારવારનો નિયમિત અને સંપૂર્ણ લાભ લેવા ઉપરાંત પોષણયુક્ત આહાર પણ લેવો જરૂરી હોવાનું જણાવાયું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો