સાયલા - સુદામડા હાઈવે પર પેટ્રોલિંગમાં રહેલ પીઆઇ વાય. જી. ઉપાધ્યાય તથા ટીમ દ્વારા ખનીજ ભરેલા વાહનોનું આકસ્મીક ચેકીંગ હાથ ધરતા ટ્રાફ્કિના નિયમોનો ઉલાળિયો કરી દોડતા 14 ડમ્પર ઝડપી લેવાયા હતા. પોલીસ ચેકીંગથી બચવા ચાલકોએ ડમ્પરો એક ક્વોરી પર રાખી દીધાના વાવડ વચ્ચે તંત્ર દ્વારા તમામ 14 વાહનોને ડિટેઇન કરી પોલીસ સ્ટેશન લાવવાની કાર્યવાહી કરવા સમયે લોકોના ટોળા એકઠા થયા હતા. તેમજ રોડ પર ડમ્પરોની કતાર સર્જાઈ હતી. પોલીસ દ્વારા થોરિયાળી પાસેથી ઝડપી લેવાયેલા 14 વાહનોને સાયલા ખાતે લાવી ટ્રાફ્કિના વિવિધ નિયમ ભંગ બદલ દંડના મેમા ફ્ટકારતા ક્વોરી ઉધોગ સાથે સંકળાયેલા લોકોમાં દોડધામ મચી જવા પામી હતી.