સાયલા માં આવેલા સુપ્રસિધ્ધ એવા મેલડી માતાજીના પ્રાગટય સ્થાનકે નવરાત્રી નિમીતે ગામની તમામ ગરબી મંડળ ની બાળાઓ ના સામૂહિક રાસ,ગરબાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.સ્થાનકે સ્થાનકે પૂજાતી માં મેલડી માતાના પ્રાગટય સ્થાને સંસ્થા દ્વારા પાંચમાં નોરતે આયોજિત ગરબા ઉત્સવમાં બાળ જગદંબાઓ મનમૂકીને ગરબે ઘૂમતા અલૌકિક દૃશ્ય જોવા મળ્યું હતું.ગામની વિવિધ ગરબી મંડળ ની આશરે ત્રણસો જેટલી બાળ નવદુર્ગાઓ ના ગરબામાં સ્થાનિક લોક ગાયક હાર્દિક બારોટ દ્વારા ગરબા,દુહા,છંદ ની રમઝટ બોલાવી હતી.કાર્યક્રમ ના અંતે તમામ બાળાઓ ને દાતાઓના સહયોગથી સુંદર વસ્તુઓ ની લહાણી કરવામાં આવી હતી.માતાજીના આંગણે બાળ જગદંબાઓ ના સામૂહિક રાસોત્સવ ના કાર્યક્રમને સફ્ળ બનાવવા માટે ગામના સરપંચ અને સંસ્થાના પ્રમુખ અજયરાજસિંહ ઝાલા માતાજીના સ્થાનકે સતત સેવાઓ આપતા ઉપ સરપંચ મહિપતસિંહ ચાવડા સાથે માંઇ મંડળના તમામ યુવાનો,વડીલો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો