સાયલા તાલુકામાં ગેરકાયદે ખોદકામ ઝડપાવાનો સીલસીલો યથાવત રહેવા પામ્યો હોય તેમ તાજેતરમાં જ મોટા કેરાળા, સુદામડા ગામના સીમ વિસ્તારમાં ચાલતા બ્લેક્ટ્રેપ ખનીજના ખોદકામ પર સ્થાનિક પોલીસ તેમજ રાજકોટ રેન્જની ટીમના લગાતાર દરોડાઓ છતાં ભૂમાફ્યિા તત્વો દ્વારા ફરીથી તાલુકાના મદારગઢ ગામની સીમમાં એક ગેરકાયદેસર પથ્થરની ખાણ પરથી ખનીજ ઉલેચવાની કામગીરી કરાઈ રહી હોવાની માહિતીના આધારે સુરેન્દ્રનગર ર્જીંય્ની ટીમ દ્વારા ઓચિંતો છાપો મારતાં કાળા પથ્થરના ગેરકાયદે ખનનના કારસ્તાનનો પર્દાફશ થતા ચકચાર મચી જવા પામી છે.
સુરેન્દ્રનગર જિલ્લા SOG દ્વારા કરાયેલ દરોડામાં ગેરકાયદે પથ્થરની ખાણ પરથી પથ્થરો ના ખનન અને વહન કરવા રાખેલા ત્રણ એક્સવેટર મશીનો, બે ડમ્પરો તેમજ એક બોરિંગ કરવાના ટ્રેક્ટર, ટ્રક સહિત અંદાજે બે કરોડ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસના દરોડા સમયે ખનીજચોરી કરતા મુખ્ય સૂત્રધારો તથા તેના મળતિયાઓ અંધારાનો લાભ લઇ નાસી છુટયા હોવાની વિગતો મળી રહી છે. ત્યારે આ મામલે જવાબદાર સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગને જાણ કરવામાં આવી હતી.










