સાયલા - ચોટીલા હાઈવે પર ગોધરા ડેપોની એસટી બસને વખતપરના બોર્ડ પાસે અકસ્માત નડયો હતો. મંગળવારે વહેલી સવારે હાઈવે પર આગળ જતા ટ્રકે ઓચિંતી બ્રેક મારતાં પીટોલ - લાલપુર રૂટની બસ તેની પાછળ ઘૂસી ગઇ હતી. અકસ્માતમાં બસના ચાલકને ગંભીર ઇજાઓ થવા પામી હતી જયારે મુસાફરી કરી રહેલા દાહોદ, સંતરામપુર તેમજ મધ્યપ્રદેશ વિસ્તારના 10 શ્રામિકોને ઇજાઓ થવા પામતા તેમને સાયલા સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. અકસ્માતમાં સદનસીબે જાનહાનિ થવા પામી નથી. ત્યારે સાયલા પોલીસે આગળની તજવીજ હાથ ધરી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો