શિનોર તાલુકાના સાધલી ગામે તા. 30 સપ્ટેમ્બરના રોજ હડકાયા કૂતરાએ વિવિધ વિસ્તારમાંથી 8 બાળક તથા મોટેરાને બચકા ભરીને ઇજાગ્રસ્ત કર્યા હતા. તા.1 ઓક્ટોબરે સવારથી બીજા 13 ઉપરાંત વ્યક્તિને બચકાં ભરીને ઇજાગ્રસ્ત કર્યાં હતા.
ગઈકાલે રાત્રે તથા આજે દવાખાનામાં તમામ ઇજાગ્રસ્તોને સાધલી PHCખાતે આરોગ્ય સ્ટાફ્ દ્વારા એન્ટિ-રેબીઝ વેક્સિન(ARV), TTવેક્સિન તથાROG તમામ અસરકર્તાને અપાઇ હતી. તથા ત્યાં ડ્રેસિંગ કરીને તાત્કાલિક ધોરણે સારવાર અપાઇ હતી. નોંધણી કરીને અગાઉ કઈ તારીખે ફરીથી ARVવેક્સિન લેવા આવવાનું છે. તેની સમજણ આપી હતી. તા.30 સપ્ટેમ્બર સાંજના પાંચ વાગ્યા પછી કૂતરું કરડવાના બનાવો બનતાં આખા બજારમાં તથા ગામમાં સન્નાટો ફેલાયો હતો. બજારો સુમસામ બન્યા હતા. લોકો હાથમાં દંડા લઈને સાવચેતી રાખી રહ્યા હતા. બપોરે આ કૂતરુ મરી ગયાના સમાચાર જાણ્યા પછી લોકોએ હાશકારો અનુભવ્યો હતો. હાલમાં સાધલીમાં વાંદરા, ભૂંડો, કૂતરા અને મચ્છરોનો ત્રાસ વધ્યો છે. હડકાયા કૂતરાથી 21 લોકો ઈજાગ્રસ્ત થતાં ગામમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો. સાધલીPHCમાં રાત્રે આરોગ્ય કર્મીએ સેવા આપી હતી. આજે સવારથી મેડિકલ ઓફ્સિર ડૉ. રોહન પટેલ અને ડૉ. હરેશ યાદવની હાજરીમાં એક તરફ્ બ્લડ ડોનેશન કેમ્પ ચાલુ હોવા છતાં ઈજાગ્રસ્ત લોકોને અવિરત સેવા ચાલુ રાખી હતી.
