સાધલી : શિનોર તાલુકાના છાણભોઈ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ઉજવાયો હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે ડૉ. નેહા રાઠવા, ગામના સરપંચ કિંજલબેન, આગેવાનો, શિક્ષકગણ, વાલીઓ અને ગ્રામજનો જોડાયા હતા. શાળામાં પ્રથમ વખત પ્રવેશ મેળવનાર નાનાં ભૂલકાઓનું તિલક કરી, પુષ્પવર્ષા દ્વારા સ્વાગત કરાયું હતું. બાળકોને શૈક્ષણિક કિટ અર્પણ કરી તેમના શૈક્ષણિક જીવનની શુભ શરૂઆત કરાવી હતી. કાર્યક્રમમાં ડૉ. નેહા રાઠવાએ જણાવ્યું હતું કે, શિક્ષિત દીકરી માત્ર પરિવાર નહીં પરંતુ સમગ્ર સમાજના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. સરપંચ કિંજલબેને પણ વાલીઓને પોતાના બાળકોને નિયમિત શાળાએ મોકલવાઅને શિક્ષણ પ્રત્યે વધુ જાગૃત રહેવા અનુરોધ કર્યો હતો. ઉપસ્થિત મહાનુભાવોએ બાળકોને શિક્ષણ દ્વારા જીવનમાં સફ્ળતા પ્રાપ્ત કરવા, પોતાના સપનાઓ સાકાર કરવા અને ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરવા પ્રેરણા આપી હતી.


 ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો 


  • Follow us on: