શિનોર પંથકમાં આજે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં સમગ્ર વિસ્તારમાં વરસાદી માહોલ છવાઈ ગયેલ છે. બુધવારે રાતના 2 વાગ્યાથી ગુરવારે બપોરે 12 વાગ્યા સુધી ત્રણ ઇંચ જેટલો વરસાદ સાથે કુલ 375mm વરસાદ નોંધાયો છે. સારો વરસાદ નોંધાતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી.
શિનોર પંથકમાં બે દિવસથી ધીમે ધારે કીચડિયો વરસાદ પડતો હતો. સાથે તાપ નીકળતા બફરાનો માહોલ સર્જાતો હતો. જેના કારણે ખેડૂતોને પણ ખેતીકામ કરવાની સમજ પડતી નહોતી. પણ ગઈ કાલે બુધવારે રાતના 2 વાગ્યાથી વરસાદ મન મૂકીને મેહુલિયો વરસતા ગુરુવારે બપોરે 12 વાગ્યા સુધી 3 ઇંચ પાણી પડતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી હતી. વળી આ વરસાદ પહેલીવાર સમગ્ર તાલુકામાં એક સાથે વરસી રહ્યો હોય પંથકમા પણ ઠંડક પ્રસરી ગઈ છે. લોકોને ગરમીથી રાહત મળેલ છે. લાંબા સમયથી સારા વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદ સમાન સાબિત થયો છે. વરસાદથી વાવેતર અને ઉભા પાક માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ છે. જેના કારણે ખેડૂતોમાં નવી આશા જાગી છે. સમગ્ર વરસાદને પગલે માર્ગો પર પાણી ફરી વળતા વાહન વ્યવહારમાં અગાવડતા ઉભી થયેલ છે. શિનોર રેલવે ગળનાળું તેમજ સેવાસદન માર્ગ અને શિનોર સાધલી માર્ગ પર વરસાદી પાણી વહેતા થયા હતા.
