રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટઆબુમાં મધરાતે ચાર ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે અને છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા ભારે વરસાદના પગલે માઉન્ટઆબુમાં કુદરતી નજારો ખીલી ઉઠયો છે સાથે સાથે માઉન્ટ આબુમાં ધુમ્મસ ભર્યા માહોલ વચ્ચે જાણે કાશ્મીર હોય તેવું દ્રશ્ય સર્જાયું છે. આમ માઉન્ટ આબુમાં ખીલી ઉઠેલા નજારાને જોવા માટે પર્યટકોનો ધસારો વધ્યો છે. માઉન્ટઆબુમાં એક તરફ ભારે વરસાદ અને ઠંડીનું વાતાવરણ જામ્યું છે. ઠંડીથી બચવા પર્યટકો ચાની ચુસકી લેતા નજરે પડી રહ્યા છે. તો બીજી તરફ માઉન્ટ આબુના રસ્તા પર ધુમ્મસને કારણે વાહન ચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલી પણ પડી રહી છે.