મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાથી પોલીસે નકલી દેશી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી કુલ 10.17500 ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી એક આરોપીને જેલ ભેગા કરી દીધો હતો.


ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ હેમંત પાટીલને એક ગુપ્ત બાતમીદાર પાસેથી ચોક્કસ માહિતી મળી હતી કે મ્હસાવદ પોલીસ મથકની હદમાં આવેલા જુગની ગામના દુગલીબારી પાડામાં સ્પિરિટનો ઉપયોગ કરીને મોટા પાયે નકલી દેશી દારૂ બનાવવામાં આવી રહ્યો છે. બાતમી મળતાની સાથે જ પિ.આઈએ એક વિશેષ પોલીસ ટીમ તૈયાર કરી તાત્કાલિક દરોડો પાડવાના આદેશ કર્મીઓને આપવામાં આવ્યા હતા. પોલીસ ટીમ જ્યારે બાતમીવાળા સ્થળે પહોંચી અને નળિયાવાળા એક ઘરની ઘેરાબંદી કરી, ત્યારે ત્યાંથી સ્પિરિટની તીવ્ર ગંધ આવી રહી હતી. પોલીસ અધિકારીઓએ જ્યારે બારીમાંથી અંદર નજર કરી તો એક ઇસમ બોટલોમાં દારૂ ભરી રહ્યો હતો. પોલીસે તરત જ ઘરમાં પ્રવેશીને આરોપી લક્ષ્મણ પાડવી (ઉંમર 31 રહે.વાસી- તલાવડી, તાલુકો ધડગાંવ જિ નંદુરબાર)ને રંગેહાથ ઝડપી લીધો હતો. પોલીસે ટેંગો પંચ નકલી દેશી દારૂ 39 બોક્સ કિંમત (156000), દારૂ બનાવવા માટેનો સ્પિરિટ 45000 હજાર, બોટલો પેક કરવાનું ઇલેક્ટ્રિક મશીન કિંમતઃ 1 લાખ , 7 લાખની બોલેરો (એમ.એચ. 39 જે.0944) અને 116500 રૂપિયા કિંમતના અન્ય કેમિકલ અને સામગ્રી મળી પોલીસે 10.17 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: