સોનગઢ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તા વિકાસ માટે ATVT અને 15મા નાણાપંચ સહિતની વિવિધ સરકારી યોજનાઓ હેઠળ કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હોવા છતાં, અનેક ગામોમાં બનેલા ડામર રસ્તાઓની હાલત અત્યંત ખરાબ છે. તાજેતરમાં બનેલા કેટલાક રસ્તાઓ પર ડામરની સપાટીની વચ્ચેથી જ ઘાસ ઊગી નીકળતાં કામની ગુણવત્તા સામે સવાલો ઊભા થયા છે. એવું લાગે છે, કોન્ટ્રાક્ટરે સાવ હલકું અથવા થોડુ મટીરિયલ વાપરી મોટી કટકી કાઢી લીધી છે. જેથી લોકો બૂમો પાડી રહ્યા છે કે, અનેક સ્થળોએ રોડ નિર્માણ દરમિયાન જરૂરી રોલિંગ, મટીરિયલ ટેસ્ટિંગ અને ટેકનિકલ ધોરણોનું પાલન કરવામાં આવ્યું નથી, જેના પરિણામે નવા બનેલા રસ્તાઓ પણ ગણતરીના સમયમાં જ બિસ્માર બનવા લાગ્યા છે. જ્યાં વૈજ્ઞાનિક પદ્ધતિ અને યોગ્ય ગુણવત્તા સાથે ડામર રોડનું કામ કરવામાં આવ્યું હોય ત્યાં રસ્તાની વચ્ચે ઘાસ ઉગવાની કોઈ શક્યતા ન હોવી જોઈએ, જે સાબિત કરે છે કે આ કામોમાં મોટો ભ્રષ્ટાચાર કરાયો છે. જેનો પુરાવો સોનગઢના ચીમેર, મેઢા અને નિશાણા ગામમાં જોવા મળે છે. ત્યાં એક ગામમાં રોડના કામમાં પાંચ લાખ ખર્ચાયા હોવા તેવું લાગતું ન નથી. જેથી ગામના લોકોએ ગેરરીતિઓને અટકાવવા અને દોષિત અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે સખત પગલાં ભરવા માંગ કરી રહ્યા છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: