સોનગઢ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એસઓજી પોલીસે બાતમીના આધારે ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડયો હતો. સોનાનગર હુડકો સોસાયટી તરફ્ જતા રસ્તા પર પોલીસે વાહન ચેકિંગ દરમિયાન સચિન ભીખા ભોઈ (રહે. ઉકાઈ, મૂળ નંદુરબાર) શંકાસ્પદ પકડી તેની તેની નંબર વગરની બજાજ ડિસ્કવરની તલાશી લેતા સીટની નીચેથી પ્લાસ્ટિકની ઝીપ બેગમાંથી 4.92 ગ્રામ મેફેડ્રોન (એમડી) ડ્રગ્સ મળી આવ્યું હતું. જપ્ત કરાયેલા ડ્રગ્સની કિંમત રૂ. 14,760 છે, બે મોબાઇલ ફોન અને બાઈક મળી કુલ રૂ. 39,760નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં આ ડ્રગ્સ મહારાષ્ટ્રના ભુસાવલ ખાતે રહેતા પરવેઝ શેખ નામના શખ્સે પૂરું પાડયું હોવાનું ખૂલ્યું છે. પોલીસે પકડાયેલા આરોપી અને વોન્ટેડ પરવેઝ શેખ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
