તાપી જિલ્લામાં શરીર અને મિલકત સંબંધી ગુના અટકાવવા તેમજ વણઉકલ્યા ગુના શોધવા ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ સોનગઢ પોલીસે કાર્યવાહી કરી છે. સોનગઢ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના મુજબ, સોનગઢના બોરદામાં રહેતા કેસાભાઈ જનતાભાઈની દીકરી નેહાબેન ઉર્ફે નાનીબેનને સાસરી પક્ષ દ્વારા તને રાખવાના પણ નથી અને છૂટાછેડા પણ આપવાના નથી તેમ જણાવી માનસિક અને શારીરિક ત્રાસ અપાતો હતો. આ ત્રાસથી કંટાળી ભોગ બનનારે ખેતરમાં નિંદણ મારવાની દવા પી લેતા સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. આ ગુનામાં સંડોવાયેલા પરિણીતાના પતિ અજયભાઈ રામસીંગભાઈ વસાવા અને સસરા રામસીંગભાઈ મંજીભાઈ વસાવા (બંને રહે. પીપલાપાણી ગામ, ડુંગરી ફળિયું, તા. સાગબારા, જિ. નર્મદા)ની પોલીસે આપઘાતના દુષ્પેરણાના ગુનામાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે આગળની તપાસ પ્રો. પોલીસ ઇન્સ્પેક્ટર કે.ડી. શર્મા ચલાવી રહ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો