સોનગઢના ઓટા ચાર રસ્તાથી આહવા તરફ્ જતા મુખ્ય માર્ગ પર આવેલી ચાંપાવાડી રેલવે ફાટક અચાનક સમારકામ માટે સતત ત્રણ દિવસ માટે બંધ કરી દેવામાં આવતા સ્થાનિક રહીશો, ખેડૂતો અને મુસાફરોમાં તંત્ર સામે ભારે રોષ ફેલાયો છે. માત્ર એક મહિના અગાઉ જ આ ફાટક બંધ રાખવામાં આવ્યું હતું, અને હવે ફરીવાર તે બંધ થતાં દક્ષિણ સોનગઢ વિસ્તારના અંદાજે 150 થી 200 જેટલા ગામડાઓનો મુખ્ય માર્ગ સાથેનો સંપર્ક ખોરવાયો છે.
રેલવે ફાટક બંધ હોવાને કારણે નોકરિયાત વર્ગ, સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ, ખેડૂતો અને રોજના રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો પાસે ડાયવર્ઝન કે વૈકલ્પિક રસ્તા તરીકે માત્ર રેલવેનું ઘરનાળું જ એકમાત્ર વિકલ્પ બચ્યો છે, પરંતુ ત્યાંની વર્તમાન પરિસ્થિતિ અત્યંત દયનીય અને ભયાનક બની ચૂકી છે. ગરનાળાની અંદર મોટા ખાડા-ટેકરા હોવાની સાથે સાથે ત્યાં પાણીનો ભરાયેલા છે.
