ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL), જે ભારતની અગ્રણી ફોર્ચ્યુન ગ્લોબલ 500 અને મહારત્ન કંપની છે, તેણે ગુજરાતના તમામ નાગરિકોને ખાતરી આપી છે કે રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ, CNG અને ઘરેલુ LPGનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે ગ્રાહકોની ઊર્જા જરૂરિયાતોને પહોંચી વળવા માટે તેમનું નેટવર્ક સંપૂર્ણ રીતે સજ્જ છે, તેથી જનતાએ કોઈપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી.

સુચારૂ કાર્યરત વિતરણ વ્યવસ્થા

ગુજરાતમાં આવેલા BPCLના તમામ ફ્યુઅલ સ્ટેશનો અને LPG વિતરણ કેન્દ્રો હાલમાં કોઈ પણ અવરોધ વગર કાર્યરત છે. કંપનીએ ગ્રાહકોને અપીલ કરી છે કે તેઓ ગભરાટમાં આવીને (Panic Buying) ઈંધણની ખરીદી ન કરે. BPCLની સપ્લાય ચેઇન અત્યંત મજબૂત અને કાર્યક્ષમ છે, જે સતત અને અવિરત પુરવઠો સુનિશ્ચિત કરવા માટે દિવસ-રાત કામ કરી રહી છે.

BPCLનું વિશાળ માળખું અને ક્ષમતા

ભારતની બીજી સૌથી મોટી ઓઈલ માર્કેટિંગ કંપની તરીકે, BPCL મુંબઈ, કોચી અને બીના ખાતે રિફાઈનરીઓ ધરાવે છે, જેની કુલ ક્ષમતા આશરે 35.3 MMTPA છે. કંપનીનું માર્કેટિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અત્યંત વિશાળ છે, જેમાં દેશભરમાં 23,500થી વધુ ફ્યુઅલ સ્ટેશનો અને 6,200થી વધુ LPG વિતરણ કેન્દ્રોનો સમાવેશ થાય છે. આ મજબૂત નેટવર્કને કારણે જ કંપની કોઈપણ ભૌગોલિક સ્થિતિમાં ઈંધણ પહોંચાડવા સક્ષમ છે.

ટકાઉ ભવિષ્ય અને નેટ ઝીરો લક્ષ્યાંક

પર્યાવરણ પ્રત્યેની પોતાની જવાબદારી સમજતા, BPCL હવે ગ્રીન એનર્જી તરફ પણ ડગ માંડી રહી છે. કંપનીએ અત્યાર સુધીમાં 6,500થી વધુ ફ્યુઅલ સ્ટેશનો પર ઇલેક્ટ્રિક વાહન (EV) ચાર્જિંગ પોઈન્ટ્સ સ્થાપિત કર્યા છે. કંપનીનું વિઝન 2040 સુધીમાં 'Net Zero' એનર્જી કંપની બનવાનું છે. આ સાથે જ 'Energising Lives' ના ધ્યેય હેઠળ કંપની શિક્ષણ, આરોગ્ય અને જળ સંરક્ષણ જેવા સામાજિક કાર્યોમાં પણ સક્રિય યોગદાન આપી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો