કીમ : કામરેજની ભારતીય વિદ્યામંડળ સંચાલિત રામકબીરં શાળામાં
પ્રવેશોત્સવ ઊજવાયો હતો. આ પ્રસંગે મુખ્ય
અતિથી તરીકે ગુજરાત સરકારનાં ફોરેસ્ટ એન્ડ એનવાયરમેન્ટ ડિપાર્ટમેન્ટનાં નાયબ સેક્રેટરી
મૌલિકાબેન.એસ. શાહ, ઓરણા-કામરેજનાં સીઆરસી બળવંતભાઇ સોલંકી અને ભરતભાઇ સેલાર ઉપસ્થિત રહ્યા હતા. શાળામાં નવી પ્રવેશ મેળવનારી 166 કન્યાઓને કુમકુમ તિલક કરી આવકારવામાં આવી હતી. શૈક્ષણિક તેમજ સહ-શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં
શ્રૌષ્ઠ પ્રદર્શન કરનારી દિકરીઓ અને વિદ્યાર્થીઓને સ્મૃતિ ભેટ અને શૈક્ષણિક કીટ આપીને
સન્માનિત કરાયા હતા. સંસ્થાનાં પ્રમુખ
અરવિંદભાઇ ભક્ત, માનદમંત્રી પરેશભાઇ
ભક્ત, ખજાનચી જીજ્ઞેશભાઇ ભક્તેં આચાર્ય શૈલેષભાઇ દેસાઇ સહિત
સ્ટાફની પ્રવૃતિને બિરદાવી હતી.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો










