સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ્ ઇન્ડિયા (SGFI)અંતર્ગત ચાલી રહેલી જિલ્લા કક્ષાની જુડોની સ્પર્ધામાં વિદ્યામંગલ નિવાસી શાળા, નવી પારડીના વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી કુલ 18 ગોલ્ડ, 18 સિલ્વર અને 11 બ્રોન્ઝ મેડલ, એમ કુલ 47 મેડલ મેળવી મેળવી સિદ્ધિ હાંસલ કરી છે.
ગોલ્ડ મેડલ મેળવનાર વિદ્યામંગલના 18 વિદ્યાર્થીઓ હવે આગામી રાજ્ય કક્ષાની SGFIજુડો સ્પર્ધામાં ભાગ લેશે. જમાં પટેલપરમ સચિનભાઈ, તલાવિયા ધ્રુવ નીતિનકુમાર, યાદવ મીત તુષારસિંહ, દોંડા યુગ જયંતિભાઈ, પટેલ તીર્થ મનીષભાઈ, પટેલ વેદાંત ભદ્રેશકુમાર, બિસ્વાસ સ્વસ્તિક બાબુભાઈ, શાહ પ્રિન્સ અલ્પેશભાઈ, પટેલ વેદ ભાસ્કરભાઈ, પરમાર રુદ્ર દિલીપભાઈ, સિંધવ કિશન ઈશ્વરભાઈ, વસાવા કૃતિક રાકેશભાઈ, પટેલ ધ્રુવ અશ્વિનકુમાર, પટેલ પ્રાર્થના ભાવિનભાઈ, પટેલ કૃષ્ણા સંજયભાઈ, પટેલ આર્યા સ્નેહલકુમાર, પ્રજાપતિ ખુશી કૌશિકભાઈ અને વસાવા યશવી દીપકભાઈનો સમાવેશ થાય છે.
સિલ્વર મેડલ મેળવનાર વિદ્યાર્થીઓમાં પટેલ આલોક દીપકભાઈ, પરમાર મોહિત દિલીપભાઈ, પટેલ સ્મિત અશ્વિનભાઈ, વસાવા વિવેક બિપિનભાઈ, વાલવી વિરલ અરુણભાઈ, પટેલ હેરી મેહુલભાઈ, પટેલ ધ્યાની રજનીકાંતભાઈ, વસાવા જીનલ દેવજીભાઈ, પટેલ વૈષ્ણવી જિગ્નેશભાઈ, વાઘશિયા પાલક ગૌતમભાઈ, પટેલ કાવ્યા શશિકાંતભાઈ, પરમાર નવ્યા જિતેન્દ્રસિંહ, પટેલ તુલસી રાકેશ, પટેલ શ્રુષ્ટિ રાજેશભાઈ, પટેલ યાત્રી કામેશભાઈ, રાજવાડી કાવ્યા યોગેશકુમાર, પટેલ પ્રાચી જનમેશભાઈ અને નાઈક હીર રાકેશભાઈનો સમાવેશ થાય છે. બ્રોન્ઝ મેડલ મેળવી તૃતીય ક્રમ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓમાં પરમાર દેવાંગ ભાવેશસિંહ, પટેલ રુદ્ર ધર્મેશભાઈ, પરમાર સોહમ કલ્પેશભાઈ, પટેલ વંશ અલકેશભાઈ, પટેલ મયંક વિપુલભાઈ, ચૌધરી ત્રિશા હિતેશકુમાર, વસાવા પ્રકૃતિ અમરસિંહભાઈ, પરમાર માહી વિનુભાઈ, ચાવડા આરોહી કૃપાલસિંહ, વાઘશિયા પાલ ગૌતમભાઈ અને પટેલ પ્રિન્સી કલ્પેશભાઈનો સમાવેશ થાય છે.
વિદ્યાર્થીઓને જુડોની તાલીમ કોચ શ્વેતા અક્ષયકુમાર પટેલે આપી હતી. તેમને અને વિદ્યાર્થીઓને શાળાના ટ્રસ્ટીઓ, આચાર્યો, શિક્ષકોએ અભિનંદન પાઠવ્યા હતા.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો