સુરત-દાંડી રોડ પર વધુ એક જીવલેણ અકસ્માતની ઘટના સામે આવી છે. નોકરી પરથી પરત ફરી રહેલા એક આધેડનું બાઇક રસ્તા પરના બેરીકેટ સાથે ભટકાતા તેમનું કરુણ મોત નીપજ્યું છે. આ હચમચાવી દેતી અકસ્માતની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.


દાંડી રોડ પર અકસ્માતની ઘટના 

મળતી માહિતી મુજબ, મૃતક આધેડ પોતાની નોકરી પૂર્ણ કરીને બાઇક પર સવાર થઈને ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન સુરત-દાંડી રોડ પર આવેલી એક ખાનગી સ્કૂલ પાસે તેમનું વાહન અચાનક રસ્તા પર મૂકેલા બેરીકેટ સાથે જોરદાર રીતે ભટકાયું હતું. ટક્કર એટલી ભીષણ હતી કે આધેડને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

CCTV ફૂટેજ આવ્યા સામે

અકસ્માતની આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેવી રીતે બાઇક સવાર આધેડ રસ્તા પરના બેરીકેટ સાથે અથડાયા હતા. આ વીડિયો હવે પોલીસ તપાસ માટે મુખ્ય પુરાવો બન્યો છે.

આ પણ વાંચો: Ahmedabad: કરાઈ પાસે નર્મદા કેનાલમાં ખાબકેલા યુવકનો લોકોએ જીવ બચાવ્યો ફાયર ટીમ પહોંચે તે પહેલાં જ દિલધડક રેસ્ક્યુ


  • Follow us on: