સુરતની શાન ગણાતા કેબલ બ્રિજ પરથી એક યુવકે તાપી નદીમાં મોતની છલાંગ લગાવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાની જાણ થતા જ આસપાસના લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને તંત્ર દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
તાપી નદીમાં મોતની છલાંગ
સુરતના વ્યસ્ત ગણાતા કેબલ બ્રિજ પર આજે એકાએક એક યુવકે તાપી નદીના ઉંડા પાણીમાં પડતું મૂક્યું હતું. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, યુવક કંઈ વિચારે તે પહેલા જ તેણે બ્રિજ પરથી કૂદકો મારી દીધો હતો. ઘટનાની ગંભીરતાને જોતા સ્થાનિકોએ તાત્કાલિક ફાયર વિભાગ અને પોલીસને જાણ કરી હતી.










