સુરતના રાંદેર વિસ્તારમાં ધોળા દિવસે બિલ્ડરની કારમાંથી રૂ. 35 લાખની રોકડની લૂંટ ચલાવી ફરાર થઈ ગયેલા લૂંટારુઓને પકડવામાં પોલીસને હજુ સુધી સફળતા મળી નથી. ઘટનાને બે દિવસ વીતી ગયા હોવા છતાં લૂંટારુઓ પોલીસ પકડથી દૂર છે, જેના કારણે સ્થાનિક વેપારીઓ અને બિલ્ડરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
રાંદેરમાં 35 લાખની લૂંટનો કેસ
તપાસમાં બહાર આવ્યું છે કે લૂંટારુઓએ ખૂબ જ વ્યવસ્થિત રીતે રેકી કરીને આ ગુનાને અંજામ આપ્યો હતો. બિલ્ડરની કાર સાથે જાણીજોઈને ઝઘડો કરી, તેમનું ધ્યાન ભટકાવીને કારમાં રાખેલી 35 લાખની રોકડ ભરેલી બેગ લઈને શખ્સો ફરાર થઈ ગયા હતા. લૂંટારુઓએ જે મોપેડનો ઉપયોગ કર્યો હતો તેની નંબર પ્લેટ પણ ડુપ્લીકેટ હોવાનું ખુલ્યું છે, જે દર્શાવે છે કે આ કોઈ રીઢા ગુનેગારોનું કામ છે










