બારડોલી ખાતે ફરજ દરમ્યાન ગંભીર ગુનાની તપાસ મામલે બેદરકારી દાખવનાર અને હાલ બદલી પામી કીમ પોલીસ મથકે ફરજ બજાવતા એએસઆઇ મહેન્દ્ર સુથારને આજે સુરત જિલ્લા પોલીસ વડાએ ફરજમાં લાપરવાહી બદલ સસ્પેન્ડ કરી દીધા હતા. કીમ પોલીસ મથકમાં ફરજ બજાવતા આસીસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર મહેન્દ્ર સુથાર કીમ પોલીસ મથક અગાઉ બારડોલી પોલીસ મથકે ફરજ બજાવતા હતા. જે દરમ્યાન બારડોલી પોલીસ મથકે નોંધાયેલા એક ગંભીર ગુનાની તપાસ એએસઆઇ મહેન્દ્ર સુથારને સોંપવામાં આવી હતી. તેમણે તપાસ દરમ્યાન ગંભીર બેદરકારી દાખવી, તપાસ પ્રક્રીયામાં ખામી રાખી હોવાનું સુરત જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયાનાં ધ્યાને આવ્યું હતું. જેથી મામલે તપાસનાં કાગળો અને પુરાવાઓની સમિક્ષા કરી તેમને સસ્પેન્ડ કરી દીધા હતા.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: