જેમાં સરકારની જન કલ્યાણકારી યોજનાઓ-કાર્યક્રમોની કામગીરી અંગે સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં અધ્યક્ષે જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓને તેમના વિભાગો દ્વારા જિલ્લામાં ફાળવેલા લક્ષ્યાંક અનુસાર થયેલી કામગીરી તથા બાકી કામોની વિગતો અને નાણાંકીય ખર્ચની વિગતોની માહિતી મેળવી હતી.
વિકાસના કામોને લઈ વિશેષ ચર્ચા કરાઈ
આ દરમિયાન તબક્કાવાર તમામ યોજનાઓના અમલીકરણ સંદર્ભે પ્રશ્નો અંગેની પૂર્તતા અને કામો તથા બાકી રહેલા કામોના કારણો સહિત વિસ્તૃત માહિતી સંબંધિત વિભાગો દ્વારા બેઠકમાં આપવામાં આવી હતી. આ બેઠકમાં સાંસદ નિમુબેન બાંભણિયાએ નાગરિકો સરકારી યોજનાઓના લાભથી વંચિત ન રહે તે માટે જરૂરી માર્ગદર્શન કર્યું હતું. સાંસદશ્રીએ જિલ્લામાં લોકોને સ્પર્શતા આરોગ્ય, સ્વચ્છતા, રોડ રસ્તા, વિકાસના કામો અને માળખાકીય સુવિધાઓ સહિતના મુદ્દે જરૂરી દિશાનિર્દેશ આપ્યા હતા.
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના યોજનાને લઈ માહિતી અપાઈ
આ ઉપરાંત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, બેટી બચાવો બેટી પઢાવો, સુજલામ સુફલામ જળ અભિયાન, અટલ મિશન કાયાકલ્પ અને શહેરી પરિવર્તન-અમૃત,રાષ્ટ્રીય ગ્રામીણ પેયજળ કાર્યક્રમ, પ્રાકૃતિક કૃષિ સિંચાઈ યોજના, પી.એમ.પોષણ (મધ્યાહન ભોજન), સર્વ શિક્ષા અભિયાન, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી કૌશલ વિકાસ, પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ, પ્રધાનમંત્રી આવાસ યોજના, મનરેગા, દિનદયાળ અંત્યોદય યોજના- રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન, રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ, સાંસદ આદર્શ ગ્રામ્ય યોજના, અમૃત 2.0, સંકલિત બાળ વિકાસ યોજના, આયુષ્માન ભારત ડિજિટલ મિશન, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના યોજનાને લઈ માહિતી અપાઈ.
આ બેઠકમાં અધિકારીઓ રહ્યાં હાજર
શિષ્યવૃત્તિ યોજનાઓ, ખેલો ઇન્ડિયા, પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી પરિયોજના સહિતની યોજનાઓ અંતર્ગતની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.દિશા કમિટીના બેઠકમાં જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના નિયામકશ્રી ભાર્ગવભાઈ પટેલે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી જિલ્લામાં થયેલા વિકાસ કાર્યોનો ચિતાર અને સરકારશ્રીની યોજનાના ગ્રાઉન્ડ લેવલ પર થયેલા કામોની વિસ્તૃતમાં માહિતી આપી હતી. આ બેઠકમાં બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા, ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી, જિલ્લા પંચાયતના પ્રમુખ જેઠીબેન પરમાર, કલેકટર ડો. જીન્સી રોય, અધિક નિવાસી કલેકટર પી.એલ. ઝણકાત, અગ્રણી મયુરભાઈ પટેલ, સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો : Ahmedabad Match : આજે અમદાવાદમાં ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે T-20 વર્લ્ડ કપની ફાઈનલ મેચ, સ્ટેડિયમમાં BDDS અને NDRFની ટીમ રહેશે તૈનાત