સુરતના કામરેજ હાઇવે પર આજે એક ચાલુ કારમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. વાલક પાટિયા પાસે બનેલી આ ઘટનામાં કાર જોતજોતામાં ભડભડ સળગી ઉઠી હતી, જેના કારણે હાઇવે પરથી પસાર થતા વાહનચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
શોર્ટ સર્કિટના કારણે લાગી આગ
મળતી માહિતી મુજબ, કાર જ્યારે હાઇવે પરથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક એન્જિનના ભાગેથી ધુમાડા નીકળવા લાગ્યા હતા. કાર ચાલક કંઈ સમજે તે પહેલાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. પ્રાથમિક દ્રષ્ટિએ આ આગ કારમાં થયેલા શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું મનાઈ રહ્યું છે.










