સુરત કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી સૌરભ પારઘીએ સિસ્ટેમેટિક ઇન્ફોર્મેશન રિવ્યુ (SIR)ની કામગીરીને લઈને મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે બાકી રહેલા મતદાતાઓને તાત્કાલિક ફોર્મ ભરીને પરત કરવા અપીલ કરી છે, અન્યથા તેમના મતદાર તરીકેના ફોર્મ રદ થઈ શકે છે.
સુરત કલેક્ટરનું SIR પર નિવેદન
કલેક્ટર સૌરભ પારઘીના નિવેદન મુજબ, અત્યાર સુધીમાં કુલ મતદાતાઓ પૈકી 73 ટકા લોકોએ જ પોતાના ફોર્મ ભરીને પરત કર્યા છે. જ્યારે, હજી પણ ૨૭ ટકા લોકોના ફોર્મ પરત આવવાના બાકી છે. આંકડાકીય માહિતી આપતા તેમણે જણાવ્યું કે, ફોર્મ પરત કરનાર: 35,90,896 મતદાતાઓ, ફોર્મ પરત ન કરનાર (બાકી): 12,68,986 લોકો










