સુરત શહેરના ડિંડોલી પોલીસ મથકની ટીમે બાતમીના આધારે પેટ્રોલિંગ દરમિયાન વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલા એક શખ્સને ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી ચોરીનો ટેમ્પો અને મોટરસાઇકલ મળી આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતમાં વાહનચોર ટોળકીનો પર્દાફાશ
છેલ્લા કેટલાક સમયથી ડિંડોલી વિસ્તારમાં વાહન ચોરીની ફરિયાદો ઉઠવા પામી હતી. જેને પગલે પોલીસ હરકતમાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે એક શખ્સ ચોરીના વાહનો સાથે વિસ્તારમાં ફરી રહ્યો છે. પોલીસે વોચ ગોઠવીને આરોપીને આંતર્યો હતો, જેની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે તેણે ડિંડોલી વિસ્તારમાંથી જ વાહનોની ચોરી કરી હતી.
