સુરતના સચિન સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ) માં DRI દ્વારા એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. DRI ની ટીમે શંકાના આધારે વિદેશ એક્સપોર્ટ થઈ રહેલી કરોડોની કિંમતની જ્વેલરી સીઝ કરી છે. આ કાર્યવાહીને પગલે સેઝના જ્વેલરી એકમોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
સચિન સેઝમાં DRI ના દરોડા
મળતી માહિતી મુજબ, DRI ને બાતમી મળી હતી કે સચિન સેઝમાંથી વિદેશ મોકલવામાં આવી રહેલા જ્વેલરીના પાર્સલમાં ગેરરીતિ થઈ રહી છે. આ બાતમીના આધારે ટીમે દરોડો પાડીને વિદેશ જઈ રહેલા 16 જેટલા પાર્સલો અટકાવી દીધા હતા. આ પાર્સલોમાં કરોડોની કિંમતની જ્વેલરી હોવાનું જાણવા મળ્યું છે, જેને હાલ તપાસ અર્થે સીઝ કરવામાં આવી છે.










