સુરતના પુણા વિસ્તારમાં આવેલા એક મોલમાં ચાલતી ડ્રગ્સ લેબના પર્દાફાશ બાદ હવે તપાસનો ધમધમાટ તેજ બન્યો છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા આ કેસમાં દરરોજ નવા ખુલાસા કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં આ મામલે લેબના માલિક ઈશા અણઘણની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે ઈશા અણઘણ પોલીસને જાણ કર્યા વગર જ દિલ્હી જતી રહી હતી, જેના કારણે શંકા વધુ ઘેરી બની છે.
મોલમાં ચાલતી ડ્રગ્સ લેબના પર્દાફાશ
DCP રાજદીપસિંહ નકુમના જણાવ્યા અનુસાર, પોલીસને આ કેસમાં ડિજિટલ પુરાવાઓનો મોટો ભંડાર મળ્યો છે. આરોપીઓ વચ્ચે થયેલી વોટ્સએપ અને ટેલિગ્રામ ચેટના સ્ક્રીનશોટ પુરાવા તરીકે જપ્ત કરવામાં આવ્યા છે. આ ચેટમાં ડ્રગ્સના સોદા અને નેટવર્ક અંગેની વિગતો હોવાની શક્યતા છે. ઝીલ ઠુમ્મર અને અન્ય આરોપીઓ વચ્ચે લાખો રૂપિયાના Google Pay વ્યવહારોની વિગતો મળી આવી છે. આ વ્યવહારો ડ્રગ્સના વેચાણ અને કાચા માલની ખરીદી માટે કરવામાં આવ્યા હોવાનું મનાય છે.લંડન સ્થિત વોન્ટેડ આરોપી જનક જાગાણી અને ખુશાલ દ્વારા ડ્રગ્સ વેચાણ માટે જે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવામાં આવતો હતો, તે પોલીસે કબજે લીધો છે.










