સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા હજારો દર્દીઓની સુવિધામાં વધારો કરવા માટે સુરતના સાંસદ મુકેશ દલાલની ગ્રાન્ટમાંથી એક બેટરી ઓપરેટેડ E-વ્હીકલ (ઇ-વહિકલ) આપવામાં આવ્યું છે.
નવી સિવિલ હોસ્પિટલને E-વહિકલ આપવામાં આવ્યું
નવી સિવિલ હોસ્પિટલ માત્ર સુરત જ નહીં પરંતુ સમગ્ર દક્ષિણ ગુજરાતના લોકો માટે સ્વાસ્થ્યનું મુખ્ય કેન્દ્ર છે. અહીં દરરોજની 5000થી વધુની OPD નોંધાય છે. હોસ્પિટલના વિશાળ પરિસરમાં દર્દીઓ અને તેમના સગાં-સંબંધીઓને ઘણી વખત એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે હાલાકી ભોગવવી પડતી હતી. આ મુશ્કેલીને દૂર કરવા માટે લોકો તરફથી બેટરી ઓપરેટેડ ઇ-વ્હીકલ આપવાની માંગ હતી.










