કીમ : કીમ નજીક અણીતા ગામે આવેલી વિદ્યાદિપ ટ્રસ્ટ સંચાલિત જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ, સ્વામી વિવેકાનંદ ટ્રાયબલ સ્કૂલ અને રક્ષા શક્તિ સ્કૂલ ખાતે પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગાંધીનગર સાયબર સેન્ટરનાં આઇપીએસ વિવેક ભેડા, ઓલપાડનાં પીઆઇ સી.આર.જાદવ, વિદ્યાદિપ ટ્રસ્ટનાં ચેરમેન જ્યંતીભાઇ પટેલ, કેમ્પસ ડિરેક્ટર મુકુંદભાઇ પટેલ, વહીવટી અધિકારી મુકેશભાઇ પટેલ, આચાર્ય નરેશભાઇ પટેલ, આચાર્ય દયાશંકર ઠાકુર, સીઆરસી પરેશભાઇ તેમજ ગામનાં સરપંચ અને તલાટી સહિતનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. શાળામાં નવા પ્રવેશ મેળવનાર તમામ વિદ્યાર્થીઓને મહાનુભાવોનાં હસ્તે શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને તેજસ્વી તારલાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા આકર્ષક રંગોળી તેયાર કરવામાં આવી હતી સાથે મહેમાનોનાં હસ્તે શાળા પરીસરમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.

નિઝરના ભીલજાંબોલી ગ્રૂપ ગ્રામ પંચાયતની શાળાઓમાં પ્રવેશોત્સવ









