સુરતની સચિન પોલીસે વાહનચોરીના ગુનાઓ ઉકેલવામાં મોટી સફળતા મેળવી છે. શહેરના વિવિધ વિસ્તારોમાંથી આઇશર ટેમ્પોની ચોરી કરી તેને ભંગારમાં ફેરવી નાખતી ટોળકીના 5 સભ્યોને પોલીસે દબોચી લીધા છે. આ શખ્સો અત્યંત શાતિર રીતે ચોરીના વાહનોના સ્પેરપાર્ટ્સ વેચીને કમાણી કરતા હતા.


ગેંગ સુરતમાંથી આઇશર ટેમ્પાની ચોરી કરતી

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ગેંગ સુરતમાંથી આઇશર ટેમ્પાની ચોરી કર્યા બાદ તેને તાત્કાલિક અંકલેશ્વર લઈ જતી હતી. ત્યાં અગાઉથી નક્કી કરેલા ભંગારના ગોડાઉનમાં ટેમ્પાને લઈ જઈ, ગેસ કટર વડે તેનું કટિંગ કરી નાખવામાં આવતું હતું. વાહનને છૂટું પાડી તેના એન્જિન, ટાયર અને લોખંડના ભાગોને ભંગારના ભાવે વેચી દેવામાં આવતા હતા, જેથી વાહનની ઓળખ થઈ શકે નહીં.

પોલીસ કાર્યવાહી અને જપ્ત કરેલો મુદ્દામાલ

સચિન પોલીસે બાતમીના આધારે ઓપરેશન હાથ ધરીને પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસની આ કાર્યવાહી દરમિયાન ચોરી કરવામાં આવેલો આઇશર ટેમ્પો, છૂટા પાડેલા વાહનોના ટાયર અને અન્ય સ્પેરપાર્ટ્સ, કટિંગ કરવા માટે વપરાતા સાધનોનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. 

આ પણ વાંચો: ઉધાર કેમ ન આપ્યું? કહીને દુકાનદાર પર હુમલો, બે વ્યક્તિ લોહીલુહાણ




  • Follow us on: