સુરત ગ્રામ્ય એસ.ઓ.જી.એ બાતમીના આધારે કોસંબા વિસ્તારમાં દરોડા પાડીને ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા એક બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, સુરતના કોસંબામાં આવેલા પાલોડ ગામના કનકનિધિ એપાર્ટમેન્ટમાં એક શખ્સ કોઈપણ માન્ય મેડિકલ ડિગ્રી કે રજીસ્ટ્રેશન વગર દવાખાનુ ખોલીને બેઠો હતો.
પાલોડ ગામે ચાલતું હતું નકલી ક્લિનિક
આ અંગે સુરત ગ્રામ્ય એસ.ઓ.જી.ને સચોટ બાતમી મળી હતી કે, અહીં લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા કરવામાં આવી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. ઝડપાયેલા નકલી ડોક્ટરની ઓળખ અશોકકુમાર ગોંડ તરીકે થઈ છે.










