સુરતના હજીરા વિસ્તારમાં આજે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક બેફામ ડમ્પર ચાલકે મોપેડ સવાર યુવકને અડફેટે લેતાં યુવકનું કરુણ મોત નીપજ્યું છે.
સુરતના હજીરામાં અકસ્માતમાં એકનું મોત
પ્રાપ્ત માહિતી અનુસાર હજીરા વિસ્તારમાં એક ડમ્પર ચાલકે બેદરકારીથી વાહન ચલાવીને મોપેડ પર સવાર યુવકને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભયંકર હતી કે મોપેડ સવાર યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી.ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન યુવકનું કરુણ મોત નીપજ્યું હતું.










