સુરતના ઉત્રાણ વિસ્તારમાં આવેલા એક મોલના પાર્કિંગમાં સામાન્ય બાબતે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું, જ્યાં કેટલાક અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. આરોપીઓએ એક સંપ થઈને ફરિયાદી પર લાકડાના દંડા વડે જીવલેણ હુમલો કર્યો હતો અને ભયનું વાતાવરણ ઉભું કર્યું હતું. આ ઘટનાની જાણ થતા જ ઉત્રાણ પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી અને સીસીટીવી ફૂટેજ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ગણતરીના કલાકોમાં જ હુમલો કરનાર તમામ 11 આરોપીઓને દબોચી લીધા હતા.


પોલીસના વખાણ થયા

પોલીસે ધરપકડ કર્યા બાદ આ તમામ આરોપીઓને ગુના વાળી જગ્યાએ એટલે કે મોલના પાર્કિંગમાં લઈ જઈ પંચનામું કર્યું હતું. સ્થાનિક લોકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધે અને ગુનેગારોમાં ફાળ પડે તે હેતુથી પોલીસે આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ કાયદાનું ભાન કરાવ્યું હતું. હાલમાં પોલીસે તમામ શખ્સો વિરુદ્ધ રાયોટિંગ અને મારામારીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીથી વિસ્તારના રહીશોએ પોલીસની સક્રિયતાના વખાણ કર્યા છે.

આ પણ વાંચો : Vadodara News : માત્ર બારી ખોલવા જેવી નજીવી બાબતે લોહીયાળ જંગ, વિદ્યાર્થી પર મિત્રોએ મળીને કર્યો હુમલો

  • Follow us on: