બોગસ સહી સાથે એક ઓર્ડર રજૂ કરતા ભાંડો ફૂટ્યો છે અને ઓર્ડર શંકાસ્પદ લાગતા ખરાઈ કરતા ભાંડો ફૂટ્યો છે, કચેરીના 3 કર્મચારીઓની સંડોવણી હોવાની શક્યતાઓ છે અને સમગ્ર મામલે હાલ DEO દ્વારા તપાસ હાથ ધરાઈ છે.
સુરતમાં પૂર્વ DEOની બોગસ સહીથી કૌંભાડ આચર્યુ હોવાની શંકા
સુરતમાં પૂર્વ DEOની બોગસ સહીઓથી 25 થી વધુ સ્કૂલોના રેકોર્ડ સાથે છેડા કરોડોના કૌભાંડની આશંકા સેવાઈ રહી છે, ત્રાહિત વ્યક્તિ દ્વારા પૂર્વ શિક્ષણાધિકારીની બોગસ રીતે કરેલી સહી સાથેનો એક ઓર્ડર રજૂ કર્યો હતો અને આ ઓર્ડર શંકાસ્પદ લાગતા ખરાઈ કરવામાં આવી હતી, જેમાં સમગ્ર ભોપાળું બહાર આવ્યું છે, જેમાં કચેરીમાં ફરજ બજાવતા ત્રણેક કર્મચારીઓની સંડોવણી હોવાની પણ શક્યતાઓ છે અને હાલ સમગ્ર મામલે તપાસ ચાલી રહી હોવાની વાત સામે આવી છે.













