મોટી નરોલી નજીક ટોલનાકા પર એક્સપ્રેસ વે પર


રોંગ સાઇડથી જઇ રહેલી ઇનોવા કાર ધડાકાભેર સામેથી આવતા ટ્રક-ટ્રેલર સાથે અથડાઈ હતી.

આ અકસ્માતમાં ઇનોવામાં સવાર ચાર લોકોને ઇજા થતાં કીમની હોસ્પિટલમાં ખસેડવામાં

આવ્યા હતા.પાલોદ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ મોટી નરોલી ગામ નજીક એક્સપ્રેસ વે પર

મુંબઇથી પેસેન્જરો ભરીને ભરૂચ તરફ જઇ રહેલી ઇનોવા કારના ચાલકે નિયમ વિરુદ્ધ રોંગ

સાઇડ તરફ હાંકતા સામેથી આવી રહેલા ટ્રેલર ટ્રક સાથે ધડાકાભેર અકસ્માત થયો હતો. આ

બાદ એક્સપ્રેસ વે પર ટ્રાફિક જામ થઇ ગયો હતો. બનાવની જાણ થતા જિલ્લા ટ્રાફિક પોલીસ

સહિત સ્થાનિક પાલોદ પોલીસ બનાવના સ્થળે દોડી ગઇ હતી. અને બંને અકસ્માતગ્રસ્ત

વાહનોને ટ્રેલરના માધ્યમથી રોડની સાઇડમાં ખસેડી ટ્રાફિક હળવો કરાવ્યો હતો.

અકસ્માતની ઘટનામાં ઇનોવામાં સવાર ભરૂચના મુસ્લિમ પરિવારના ચાર જેટલા લોકોને ઇજા

થતાં કીમ સ્થિત સાધના હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: