કીમ : એસઓજી પોલીસે પૂર્વ બાતમીનાં આધારે કામરેજ પોલીસ મથકનાં ચોરીનાં ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર કામરેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીનાં ગુનામાં છેલ્લા સાત વર્ષથી નાસતો ફરતો આરોપી મહેબૂબ અનવર ઉર્ફે મહમદ ઉમર (પટેલ) ગરાસીયા (ઉ.વ.41 ધંધો-રિક્ષા ડ્રાઇવીંગ હાલ રહે.303 મક્કા પેલેસ, કોસંબા, તા.માંગરોળ મુળ રહે માલોદ ગામ, ગરાસીયા ફળીયુ તા.કરજણ, જિ.વડોદરા) હાલ આંબોલી ચાર રસ્તા ને.હા.નં-48 પર ઉભો હોવાની એસઓજી પોલીસને બાતમી મળી હતી. જેથી પોલીસે બાતમીવાળા સ્થળ પર દોડી આરોપીને પકડીને કામરેજ પોલીસ સ્ટેશનમાં સોંપી દીધો હતો.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: