સુરતના વરાછા વિસ્તારમાં એક યુવતી પર સામૂહિક દુષ્કર્મનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેણે મહિલાઓની સુરક્ષા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. લિવ-ઇન રિલેશનશિપમાં રહેતી આ યુવતી સાથે તેના બે મિત્રોએ વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાનું બહાર આવ્યું છે.


સુરતમાં લિવ ઇનમાં રહેતી યુવતી સાથે દુષ્કર્મ

પ્રાપ્ત માહિતી અનુસાર, વરાછાની આ યુવતીને તેના મિત્રો કબીર દાસ અને નરેન્દ્ર રાવળ રાજસ્થાન લઈ ગયા હતા. ત્યાં આ બંને મિત્રોએ યુવતી સાથે સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. આટલું જ નહીં, આરોપીઓએ આ કૃત્યનો વીડિયો પણ ઉતાર્યો હતો અને જો કોઈને જાણ કરશે તો આ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી.

રાજસ્થાન લઇ જઇ બે મિત્રોએ દુષ્કર્મ આચર્યુ

ડરના કારણે યુવતીએ કોઈને જાણ કરી ન હતી. જોકે, સુરત પરત ફર્યા બાદ પણ બંને આરોપીઓએ યુવતી પર ફરીથી સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું, જેના કારણે યુવતી ભાંગી પડી હતી. આખરે યુવતીએ હિંમત કરીને રાજસ્થાનના કૈલાશ નગર પોલીસ સ્ટેશનમાં ઝીરો નંબરની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ ત્યાંથી સુરતના વરાછા પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવી છે. વરાછા પોલીસે યુવતીની ફરિયાદના આધારે આરોપીઓ કબીર દાસ અને નરેન્દ્ર રાવળ વિરુદ્ધ દુષ્કર્મ અને ધમકી આપવા બદલ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

  • Follow us on: