અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે નંબર 48 પર સુરત નજીક કામરેજ ખાતે એક ટેન્કરની કેબિનમાં અચાનક આગ ફાટી નીકળવાની ઘટના સામે આવી છે, જેના કારણે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામ થયો હતો.


કામરેજ નજીક ટેન્કરની કેબિનમાં આગ

પ્રાપ્ત માહિતી અનુસાર, કામરેજ નજીક રિલીફ હોટલ પાસે નેશનલ હાઈવે પર પસાર થઈ રહેલા એક ટેન્કરની કેબિનમાં અચાનક આગ લાગી ગઈ હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ટેન્કરની કેબિનનો ભાગ બળીને ખાક થઈ ગયો હતો. જોકે, ટેન્કર કયા પદાર્થનું પરિવહન કરી રહ્યું હતું અને આગ લાગવાનું ચોક્કસ કારણ શું હતું, તે હજી સુધી જાણી શકાયું નથી.

ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા

આ ઘટનાને પગલે હાઈવે પર વાહનવ્યવહાર ખોરવાયો હતો અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતાં જ જિલ્લા ટ્રાફિક પોલીસ પી.આઈ. સિસોદીયા સહિતનો પોલીસ કાફલો, સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી, જ્યારે પોલીસે ટ્રાફિકને હળવો કરીને માર્ગ ફરીથી શરૂ કરાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.


આ પણ વાંચો: SIR પ્રક્રિયાને લઈ ભાજપનું જશ્ન, જગદીશ વિશ્વકર્માની મુલાકાત વચ્ચે ઓઢવમાં મહિલા કાર્યકરોએ ગરબા કર્યા


  • Follow us on: