સાંધીએર : સાંધીએર ગામની સરકારી પ્રા.શાળામાં ઓલપાડના ધારાસભ્ય મુકેશભાઈ પટેલે ભૂલકાઓને પ્રવેશ કરાવ્યો હતો. ગામની આંગણવાડીમાં પ્રવેશ મેળવેલ 7, બાળવાટિકાના 10 અને ધો.1 ના ભૂલકાઓને શૈક્ષણિક કીટની ભેટ આપવામાં આવી હતી. આ પ્રસંગે સુ.જિ.પં.નાં સભ્ય બ્રિજેશ પટેલ,તા.પં.સભ્ય કિરીટ પટેલ,ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વિજયભાઈ જરગલિયા, ગામના સરપંચ મેહુલ આહીર,સામાજિક અગ્રણીઓ સહિત શિક્ષકો,વાલીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: