સુરતના મોરા ભાગળ વિસ્તારમાં માતા-પિતા અને વાલીઓ માટે લાલબત્તી સમાન એક અત્યંત કરુણ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ચાલુ ટ્રેક્ટરમાં સવાર એક ૩ વર્ષીય બાળક અચાનક બમ્પ આવતા નીચે પટકાયું હતું, જેના પર ટ્રેક્ટરનું તોતિંગ ટાયર ફરી વળતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.
કાકાના હાથમાં હોવા છતાં સર્જાયો અકસ્માત
મળતી વિગતો મુજબ, બાળક તેના કાકા સાથે ટ્રેક્ટરમાં સવાર હતું. કાકાએ બાળકને સુરક્ષિત રીતે હાથમાં પકડ્યું હતું, પરંતુ મોરા ભાગળ વિસ્તારમાં રસ્તા પર અચાનક બમ્પ આવતા ટ્રેક્ટરમાં જોરદાર ઝટકો લાગ્યો હતો. આ ઝટકાને કારણે કાકાએ સંતુલન ગુમાવ્યું હતું અને બાળક સીધું જ ચાલુ ટ્રેક્ટરે નીચે પટકાયું હતું.
