શહેરમાં રાત્રિના સમયે વધતા જતા માર્ગ અકસ્માતોને રોકવા માટે સુરત ટ્રાફિક પોલીસ અને RTO વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. વાહનોમાં ગેરકાયદેસર રીતે લગાડવામાં આવતી તીવ્ર સફેદ LED લાઈટો સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે.

સુરત ટ્રાફિક પોલીસની કાર્યવાહી 

સામાન્ય રીતે કંપની ફિટેડ લાઈટો સિવાય બહારથી લગાડાતી સફેદ LED લાઈટો ખૂબ જ તીવ્ર હોય છે. તેના કારણે સામેથી આવતા વાહન ચાલકોની આંખો અંજાઈ જાય છે. રસ્તા પરનું વિઝન ઓછું થવાથી ચાલક કાબૂ ગુમાવે છે. વળાંક કે ચાર રસ્તા પાસે આ લાઈટો જીવલેણ અકસ્માતનું કારણ બને છે.

પોલીસની કાર્યવાહીની વિગતો

સુરત ટ્રાફિક પોલીસે RTO સાથે સંકલન સાધીને શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધર્યું હતું. આ તપાસ દરમિયાન 60 જેટલા વાહનચાલકો સામે કાયદેસરના પગલાં લેવામાં આવ્યા છે અને સ્થળ પર જ દંડ ફટકારવામાં આવ્યો છે. પોલીસ દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા અને અન્યોનો જીવ જોખમમાં મૂકનારાઓને છોડવામાં આવશે નહીં.

આ પણ વાંચો: Ambaji: નવીન ભોજનાલય બહારથી ધોળા દિવસે બાઇકની ચોરી, સીસીટીવીમાં કેદ થઈ ઘટના