સુરત મહાનગરપાલિકા (SMC)ના સિક્યુરિટી ચીફ ઓફિસર જાગૃત નાયક એક ગંભીર વિવાદમાં સપડાયા છે. મનપાની કચેરીમાં ચાલુ ફરજ દરમિયાન તેઓ પ્રતિબંધિત E-સિગારેટ પીતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયો વાયરલ થતાં જ સુરત મનપાના અધિકારીઓમાં ખળભળાટ મચી ગયો છે.


સુરત મનપાના અધિકારીઓમાં ખળભળાટ

મહત્વનું છે કે, ભારત સરકાર દ્વારા E-સિગારેટ (ઇલેક્ટ્રોનિક નિકોટીન ડિલીવરી સિસ્ટમ - ENDS)ના ઉત્પાદન, આયાત, વેચાણ અને વિતરણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ગુજરાત સરકારે પણ આ કાયદાને કડક બનાવ્યો છે.

 E-સિગરેટ પિતો વીડિયો

ચીફ ઓફિસર જાગૃત નાયકની આ હરકત એવા સમયે સામે આવી છે જ્યારે સરકારી કચેરીમાં જ પ્રતિબંધિત વસ્તુનું સેવન થઈ રહ્યું છે. વીડિયો વાયરલ થતાં: સુરત મનપા દ્વારા તાત્કાલિક આ સમગ્ર મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. સરકાર દ્વારા જે વસ્તુ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, તે પ્રતિબંધિત E-સિગારેટ સિક્યુરિટી ચીફ ઓફિસર ક્યાંથી અને કેવી રીતે લાવ્યા તે પણ તપાસનો મુખ્ય વિષય બન્યો છે.આ ઘટનાથી સુરત મનપાની શિસ્ત અને નિયમોના પાલન પર સવાલો ઊભા થયા છે.

આ પણ વાંચો: ગઢડા APMCમાં મગફળી વેચવા ખેડૂતોની લાંબી કતાર, 1 કિ.મી.થી વધુ વાહનોની લાઇન


  • Follow us on: