નવાપુર : નંદુરબાર શહેરના એમ.કે.નગરમાં રાષ્ટ્રીય મુસ્લિમ મોરચા દ્વારા સત્કાર સમારભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સમગ્ર શહેરમાં રક્તદાન કેમ્પ યોજનારા કાર્યકરો અને જનહિતના કાર્યોમાં સક્રિય રહેતા લગભગ 200 સમાજ સેવકોને ટ્રોફી તથા પ્રશંસાપત્ર આપીને સન્માનિત કરાયા હતા. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે નંદુરબાર પાલિકાના ઉપનગર પ્રમુખ પ્રથમેશ ચૌધરી, નગર સેવક ગૌરવ ચૌધરી અને વરિષ્ઠ સમાજ સેવક રવીન્દ્ર પ્રકાશ બાવિસ્કર ઉપસ્થિત રહ્યા હતા. સંયોજન અને નેતૃત્વ રાષ્ટ્રીય મુસ્લિમ મોરચાના નંદુરબાર જિલ્લાના પ્રમુખ નૂર સલીમ સિકલીગરે કર્યું હતું. જનસેવા કાર્યોમાં અગ્રણી ભૂમિકા બજાવવા બદલ મુખ્ય અતિથિ અને સમાજ સેવક રવીન્દ્ર પ્રકાશ બાવિસ્કરનું શાલ પુષ્પગુચ્છ સ્મૃતિ ચિહન આપી સન્માનથી સન્માનિત કરાયા હતા તેમજ દૌસા તાકિયા, બાગવાન ગલી, બાદશાહ નગર અને એમ કે નગરમાં યોજાયેલા રક્તદાન કેમ્પમાં સહયોગ આપનાર કાર્યકરોનું બહુમાન કરાયું હતું.
