કીમ પૂર્વથી કીમ ચોકડી સુધી કીમ - માંડવી સ્ટેટ હાઇવેની બંને બાજુ વરસાદી પાણીના નિકાલ માટે રાજ્ય સરકાર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે પાકી ગટરો બનાવવાની પ્રક્રિયા શરૂ કરાઇ છે.
જોકે મોટા બોરસરાથી કીમ તરફ આવતા જલારામ રેસ્ટોરન્ટ પાસે આવેલી ખુલ્લી ગટરમાં છેલ્લા કેટલાક સમયથી લોકો દ્વારા પ્લાસ્ટિક સહિતનો નક્કામો કચરો ઠાલવવામાં આવતો હોવાથી ઉપરોક્ત ગટરમાંથી હાલ પાણીનો નિકાલ થવો દુષ્કર બન્યો છે. હવે થોડા દિવસોમાં ચોમાસાનો પ્રારંભ થશે, તે પૂર્વે જો માર્ગ અને મકાન વિભાગ આ ખુલ્લી ગટરોમાં પડેલો સેંકડો ટન કચરો બહાર નહીં કાઢે, ગટરની સાફસફાઇ નહીં કરવશે તો વરસાદી પાણીના નિકાલ અટકી જશે. જેથી જીઆઈડીસીની ફેક્ટરીઓ અને તેના પરિસરમાં વરસાદનું પાણી ઘૂસી જાશે. દર વર્ષની આ જટિલ સમસ્યા મામલે ફેક્ટરી માલિકોમાં હાલમાં ભારે ચિંતાનો માહોલ પ્રવર્તી રહ્યો છે.










