સુરત શહેરને નશામુક્ત બનાવવાના અભિયાન હેઠળ અડાજણ પોલીસને મોટી સફળતા મળી છે. ચોક્કસ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરીને અડાજણ વિસ્તારમાંથી પ્રતિબંધિત MD ડ્રગ્સના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી છે. આ શખ્સ અગાઉ પણ અનેક ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
અડાજણ પોલીસે બાતમીના કરી કાર્યવાહી
અડાજણ પોલીસે આરોપી પાસેથી 2.45 ગ્રામ MD ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે, જેની બજાર કિંમત આશરે રૂ.7,450 જેવી થાય છે. આ ઉપરાંત, પોલીસે ગુનામાં વપરાયેલ મોપેડ અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ.54,450નો મુદ્દામાલ કબજે કર્યો છે. હાલમાં પોલીસે આરોપી વિરુદ્ધ NDPS એક્ટ (નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ) મુજબ ગુનો નોંધી તેની અટકાયત કરી છે.













