માંગરોળના આંબાવાડી અને પીપોદરા ખાતે વિકાસ, વિરાસત અને જનકલ્યાણ કાર્યક્રમ ધારાસભ્ય ગણપત વસાવાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં મહાનુભાવોના હસ્તે આયુષ્યમાન ભારત કાર્ડનું વિતરણ, આવાસ યોજનાના લાભાર્થીઓને સહાય તેમજ નમોલક્ષ્મી યોજના અંતર્ગત લાભાર્થીઓને પ્રમાણપત્રો


એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, કાર્યક્રમ સ્થળે આઇ.સી.ડી.એસ. વિભાગની બહેનો દ્વારા પ્રદર્શન સ્ટોલ પણ ઊભો કરવામાં આવ્યો હતો. મહાનુભાવોએ આ સ્ટોલની વિશેષ મુલાકાત લીધી હતી અને આઇ.સી.ડી.એસ. મારફતે પૂરા પાડવામાં

આવતા પૂરક પોષણ વિશે વિસ્તૃત અને માર્ગદર્શન ચર્ચા કરી હતી. આ કાર્યક્રમમાં સ્થાનિક વહીવટી તંત્ર અને સંગઠનનો મોટો સહ્યોગ જોવા મળ્યો હતો. આ પ્રસંગે ધારાસભ્ય ગણપત વસાવાએ રાજ્ય સરકાર દ્વારા ગરીબ લાભાર્થીઓ માટે નિર્ધારીત

કરેલી સરકારી યોજના અંગેનો ચિતાર રજૂ કર્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: